25+ મજા અને મનોરંજન માટે ગુજરાતી ઉખાણાં | MindYourLogic Gujrati Ukhana
અહીં 40+ ગુજરાતી ઉખાણાં (અણહદ) છે જે તમને મઝા આપે અને પડકારિત કરે છે! આ સ્માર્ટ અને પરંપરાગત ઉખાણાં બધા વયનાં લોકોને માટે મરજીદાર છે અને તમારા બુદ્ધિ અને સમસ્યાઓ હલ કરવાની ક્ષમતાનું પરીક્ષણ કરશે. આ મોજદાર અને આકર્ષક ગુજરાતી ઉખાણાંને આનંદથી માણો અને જુઓ કે તમે કેટલી ઉખાણાં હલ કરી શકો છો!
1. એક જનાવર ઈતું
પૂંછડે પાણી પીતું
જવાબ - દીવો
2. નાની નાની ઓરડી માં
બત્રીસ બાવા
જવાબ - દાંત
3. ચારે બાજુ ભીંત
અને વચ્ચે પાણી
જવાબ - નાળિયેર
4. એવી કઈ શાકભાજી છે
જેમાં તાળું અને ચાવી બંને આવે છે?
જવાબ - લોકી (દૂધી)
5. એવી કઈ વસ્તુ છે જેને
પાંખ નથી તો પણ ઉડે છે?
જવાબ - પતંગ
6. માં ધોળી અને
બચ્ચાં કાળા
જવાબ - ઈલાયચી
7. એવું તો કોણ છે જે તમારા
નાક પર બેસીને તમારા કાન ને પકડે છે?
જવાબ - ચશ્માં
8. લીલું ઝાડ, પીળું
મકાન તેમાં બેઠા કલ્લુરામ
જવાબ - પપૈયું
9. એવું શું છે જે પાણીમાં પડે તો પણ ભીનું ના થાય?
જવાબ - પડછાયો
10. એવી કઈ વસ્તુ જે ખાવા માટે
ખરિદિયે પણ તેને ખાતા નથી?
જવાબ - પ્લેટ
11. ઢીંચણ જેટલી ગાય
નીરે એટલું ખાય.
જવાબ - ઘંટી
12. ઘરમાં મહેમાનોને દેવાય,
વોટમાં નેતાઓને દેવાય,
આરામ કરવામાં વપરાય!
જવાબ - ખુરશી
13. એવું શું છે જે વગર પગે ભાગે છે
અને ક્યારેય પાછો નથી આવતો?
જવાબ - સમય
14. એવી કઈ વસ્તુ છે જે તમે કઈ બોલો તો તૂટી જાય?
જવાબ - મૌન
15. લીલી માછલીના ઈંડા લીલા પણ,
માછલી કરતાં ઈંડાનું મૂલ્ય વધારે.
જવાબ - વટાણા
16. જેવા છો તેવા દેખાશો, માટે મારી અંદર ઝાંકો જલ્દીથી દઈ દો જવાબ ખુદને ઓછા ન આંકો.
જવાબ ~ અરીસો (દર્પણ)
17. આંધી વર્ષામાં છાતી પહોળી કરી ઠાઠથી હું ઊભો છું,
જીવોની હું રક્ષા કરી ,
ફળ ફૂલનું દાન આપું છું.
જવાબ ~ વૃક્ષ
18. વર્ષાઋતુને સહન કરતી,
ગરમીને ઘોળી પી જાતી બધાને આરામ આપતી જાતી,
પણ ઠંડીમાં નકામી બની જાતી.
જવાબ - છત્રી
19. કાતરી ખાતા પાન ઉંદરભાઈના મામા એ તો,
એને છે લાંબા કાન.
જવાબ - સસલું
20. રૂડો ને રૂપાળો ને ગોરો ગોરો માખણ જેવો છું
મા નો તો ભાઈ નહીં પણ બાળકોનો વ્હાલો મામો છું.
જવાબ ~ ચાંદામામા
21. પાણીનું અબૂકલું ઢબૂકલું છું,
પાણીમાં જ રહીને ફરું છું પાણીના તરંગોમાં નાચું છું,
પાણીમાં જ તરવું મારૂ કામ છે
જવાબ ~ માછલી
22. આટલીક દડી ને હીરે તે જડી
દિવસે ખોવાણી તે રાત્રે જડી
જવાબ ~ તારા
23. કાગળની છે કાયા,
અક્ષરની છે આંખ અલકમલકની સહેલ કરાવે,
ખૂલે છે જ્યારે પાંખ
જવાબ ~ પુસ્તક
24. એ તો કોણ જે ઘર લઇ લે છે આખું,
પણ જગ્યા જરાપણ નથી રોકતું
જવાબ : પ્રકાશ
25.બોખું બોખું મોં ફરે, કરે મઝાની વાતો,
આખા ઘરમાં ખુલ્લો મુકે, વાર્તાનો ખજાનો.
જવાબ : દાદા-દાદી