30+ મજેદાર ગુજરાતી ઉખાણાં આનંદ અને પડકાર માટે | MindYourLogic Gujarati Ukhana
અહીં 30+ મઝેદાર ગુજરાતી ઉખાણાં છે, જે તમારું મન મોજમાં રાખશે! આ સરળ અને રસપ્રદ ઉખાણાઓને સમજવું સરળ છે અને મિત્રો અને કુટુંબ સાથે આનંદ માણવા માટે પરફેક્ટ છે. તમે કેટલાં ઉખાણાં ઉકેલવા સમર્થ છો તે જોવામાં મજા આવી શકે છે.
1. કાન મોટા ને કાયા નાની,
ને કોમળ એના વાળ કોઈ એને
પકડી નાં શકે તેવી છે તેજી એની ચાલ.
જવાબ ~ સસલું
2. કાન મોટા ને કાયા નાની,
ને કોમળ એના વાળ કોઈ એને
પકડી નાં શકે તેવી છે તેજી એની ચાલ.
જવાબ ~ સસલું
3. ખુલ્લા આસમાનમાંથી જનમું છું,
લીલા ઘાસ પર સૂઈ જાઉં છું,
મોતી જેવી સૂરત મારી વાદળોની પૌત્રી છું.
જવાબ ~ ઝાકળબિંદુ
4.પાણીનું અબૂકલું ઢબૂકલું છું,
પાણીમાં જ રહીને ફરું છું પાણીના તરંગોમાં નાચું છું,
પાણીમાં જ તરવું મારૂ કામ છે
જવાબ ~ માછલી
5. પાંચ પાડોશી અને
વચ્ચ માં અગાશી
જવાબ ~ હથેળી
6. દાદા છે પણ દાદી નથી,
ભાઈ છે પણ ભાભી નથી,
નવરો છે પણ નવરી નથી,
રોજી છે પણ રોટી નથી!!!
જવાબ : દાદાભાઈ નવરોજી
7. ખારા જળમાં બાંધી કાયા
રસોઈમાં રોજ મારી માયા
જન્મ ધર્યાને પારા છોડા,
મારા દામ તો ઉપજે થોડા બોલો હું કોણ..?
જવાબ : મીઠું
8. તેર પગાળો તેતરો નેળિયે નાઠો જાય,
રાજા પૂછે રાણીને આ ક્યુ જનાવર જાય.
જવાબ : બળદગાડું
9. ચાર પાયા પર ઉપર આડી છત,
કરો તેના ઉપર બસ લખ લખ લખ
જવાબ : ટેબલ
10. એક એવું અચરજ થાય
જોજન દૂર વાતો થાય.
જવાબ : ટેલીફોન, કોમ્પ્યુટર,મોબાઈલ
11. અગ, મગ ત્રણ પગ,
લક્કડ ખાય અને પાણી પીએ.
જવાબ : ઓરસિયો
12. એવું કયું ઝાડ જેમાં
લાકડી નથી હોતી?
જવાબ : કેળાનું ઝાડ
13. લીલુ ફળને ધોળું બી,
મારે માથે કાંટા,
ચોમાસામાં મને સેવો તો,
ટળે દવાખાનાના આંટા.
જવાબ : કારેલુ
14. એવું નામ બતાવો જે બીમાર નથી
છતાં તેને ગોળી આપવામાં આવે છે?
જવાબ : બંદૂક
15. એવી કઈ વસ્તુ
જે તૂટે તો જ કામ આવે?
જવાબ : ઈંડું
16. એવી કઈ જેલ છે
જ્યાં બધા કેદી બેગુનાહ છે?
જવાબ : Zoo (પ્રાણી સંગ્રાલય)
17. એ શું છે જે આવે તો
લોકો થુક્વાનું કહે છે?
જવાબ : ગુસ્સો
18. એ કોણ છે જે ગમે તેટલો વૃદ્ધ થઈ જાય
પણ છતાં જવાન જ રહે છે?
જવાબ : સૈનિક (દેશના જવાન)
19. ન ભોજન લે છે ન વેતન લે છે છતાં
રખેવાળી કરે છે. જણાવો તે કઈ વસ્તુ છે?
જવાબ : તાળું
20. એ કઈ વસ્તુ છે જે વરસાદમાં ગમે તેટલું પલળે,
પણ ભીનું થઈ શકતું નથી?
જવાબ : પાણી