તમારા માટે 30+ ઉખાણા પડકાર | MindYourLogic Gujarati Ukhana
અહીં 30 થી વધુ મજેદાર અને સમજદાર ઉખાણા છે, જે તમારા મનને પડકારશે! આ ઉખાણા સરળ છે અને મિત્રો અને પરિવાર સાથે વહેંચવા માટે પરફેક્ટ છે. તમે તો માત્ર થોડું મનોરંજન જોઈ રહ્યા છો કે ત્રીપલ તમે વેદક ગુથ્થાં ઉકેલવા માગો છો, આ ઉખાણા તમારું મનોરંજન કરશે. માણો અને જુઓ તમે કેટલાં ઉખાણા ઉકેલી શકો છો!
1. શું છે જે હંમેશા હાજર હોય છે પરંતુ તમે તેને જોઈ શકો નહીં?
જવાબ: હવા.
2. સાત વેંતનું સાપોલિયું,
મુખે લોઢાનાં દાંત,
નારી સાથે રમત રમુ,
જોઇને હસે કાંત."
જવાબ : સાંબેલુ
3. એવું શું છે જે જેનું હોય
એ જ જોઈ શકે
અને માત્ર એક જ વાર જોઈ શકે..?"
જવાબ : સપનું
4. એવું શું છે જે આદમી પોતાની
પત્ની અને સાળીની જોઈ શકે
પણ પોતાની સાસુની જોઈ શકતો નથી."
જવાબ : લગ્ન, સગાઈ
5. ચાર ભાઇ આડા
ચાર ભાઈ ઉભા
એક એકના અંગમાં
બબ્બે જણ બેઠા."
જવાબ : ખાટલો
6. ચારે બાજુ વૃક્ષોથી ઘેરાયો પથરાયું મુજ પર ઘાસ
પશુ પક્ષીનું ઘર હું મને ઓળખો હું કોણ ?
જવાબ : જંગલ
7. એ આપવાથી વધે છે,
એ આવે ત્યારે જન જાગે છે,
એ જાય ત્યારે જન ઊંઘે છે.
જવાબ : (વિદ્યા)
8. લીલી બસ, લાલ સીટ,
અંદર કાળા બાવા
જવાબ : (તરબૂચ)
9. એક ભાઈ ચડે ને
એક ભાઈ ઉતરે
બતાવો શું?
જવાબ:- રોટલી
10. હું મરું છું,
હું કપાવું છું,
પણ રોવો તમે છો
જવાબ:- ડુંગળી
11. એવી કઈ ચીજ છે
જેટલી ખેંચીએ એટલી નાની થઈ જાય?
જવાબ:- સિગરેટ
12. એવી કઈ વસ્તુ છે
જે સ્ત્રી ખુલ્લું રાખીને ફરે,
પુરુષો સંતાડીને?
જવાબ:- પર્સ
13. એવું શું છે જે
જેટલું વધારે હોય
એટલું ઓછું દેખાય?
જવાબ:- અંધારું
14. એવું નામ બતાવો જે બીમાર નથી
છતાં તેને ગોળી આપવામાં આવે છે?
જવાબ:- બંદૂક
15. એવું શું છે જેને
છોકરી બઉ પસંદ કરે,
છોકરાઓ તેનાથી દૂર ભાગે?
જવાબ:- શોપિંગ
16. ભેંસ વિયાણી પાડો પેટમાં,
દૂધ દરબારમાં જાય,
ચતુર હોય તો સંજીલ્યો,
મૂરખ ગોથાં ખાય!!
જવાબ:- (કેરી)
17. ટન ટન બસ નાદ કરે
ઘડિયાળ જોઈ સાદ કરે
સ્કૂલ નિશાળે એ લટકે
રણકે તો બાળકો છટકે બોલો હું કોણ.?
જવાબ:- (ઘન્ટ)
18. એવો કયો દુકાનદાર છે
જે તમારો માલ પણ લઇ લે
અને રૂપિયા પણ લઇ લે..?
જવાબ:- (વાળદ)
19. એવી કઈ બેગ છે
જે પલળે તો જ કામમાં આવે.?
જવાબ:- (ટી-બેગ)
20. એવું શું છે જે
એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે
એ પણ પોતાની જગ્યાએથી હલ્યા વગર..?
જવાબ:- (રસ્તો-રોડ)