30+ ઉખાણાં ગુજરાતી: ચેલેન્જ અને મનોરંજન માટે | MindYourLogic Gujarati Ukhana
અહિ 30+ મઝેદાર અને સરળ ગુજરાતી ઉખાણાં છે જે તમારું મનોરંજન વધારશે! આ ઉખાણાં સમજવામાં સરળ છે અને તેને હલ કરવામાં મજા આવશે. તમે સ્વયંને પડકારવા માંગતા હોવ અથવા મિત્રો અને પરિવાર સાથે મજા કરવા માંગતા હો, આ ગુજરાતી ઉખાણાં ખુબ જ યોગ્ય છે. તેમને હલ કરીને મજા લો અને આનંદ માણો!
1. એક જનાવર ઈતું પૂંછડે પાણી પીતું
જવાબ ~ દીવો
2. નાની નાની ઓરડી માં બત્રીસ બાવા
જવાબ ~ દાંત
3. ઊંચું છે એક પ્રાણી, એની પીઠ છે ત્રિકોણી, છે રણનું જહાજ-ગાડી, એને જોઈએ થોડુંક પાણી.
જવાબ ~ ઊંટ
4. વાણી નહીં પણ બોલી શકે, પગ નથી પણ ચાલી શકે, વાગે છે પણ કાંટા નહીં, એના ઈશારે દુનિયા ચાલે! (101 ગુજરાતી ઉખાણાં જવાબ સાથે)
જવાબ ~ ઘડિયાળ
5. લીલી માછલીના ઈંડા લીલા પણ, માછલી કરતાં ઈંડાનું મૂલ્ય વધારે.
જવાબ ~ વટાણા
6. એ તો ભાઈ તો છે ભારે બીકણ, કાતરી ખાતા પાન ઉંદરભાઈના મામા એ તો, એને છે લાંબા કાન.
જવાબ ~ સસલું
7. નાના શરીરમાં નાની ગાંઠ, જે દિવસભર કરે કામ પરસ્પર મળીને સંગે રહેતી, આરામનું એને નહીં નામ.
જવાબ ~ કીડી
8. કદરૂપી કાયા લઈને જળઘોડો પાણીમાંથી આવે દોડતો ત્યારે લાગે જાણે પથ્થર કોઇ ગબડાવે.
જવાબ ~ હિપોપોટેમસ
9. વર્ષાઋતુને સહન કરતી, ગરમીને ઘોળી પી જાતી બધાને આરામ આપતી જાતી, પણ ઠંડીમાં નકામી બની જાતી.
જવાબ ~ છત્રી
10. બાગબગીચે ગાતી રહેતી, પણ પોતાનું ઘર ક્યારેય ન બનાવતી કોલસાથી વધુ કાળી છે પણ સૌની મનભાવન છે.
જવાબ ~ કોયલ
11. નાકે નકશે એ નમણું દેખાય, પણ ભરતું લાંબી ફાળ આંખો એની ચમકીલી ને ઝડપી એની ચાલ.
જવાબ ~ હરણ
12. છતથી લઈને ખૂણેખાંચરે મળી જાતી છ પગવાળી નાર લાળથી વણતું મલમલ જેવુ કપડું જાળીદાર.
જવાબ ~ કરોળિયો
13. એવું શું છે જેને ચાર પગ હોવા છતાં પણ ચાલી શકતું નથી?
જવાબ ~ ટેબલ
14. વનવગડે વસ્તી વગર ઊગી નીકળે, સફેદ ને જાંબલી રંગે સોહાતો રહેતો એના ફૂલની માળા પહેરી હનુમાનજી મલકાતા રહેતા
જવાબ ~ આંકડો
15. મારી પાસે ગળું છે પરંતુ માથું નથી, અને હું એક ટોપી પહેરે છે. હું શું છું?
જવાબ: બોટલ.
16. એવું શું છે જે તમે ફરી ક્યારેય નહીં જોઈ શકો?
જવાબ: કાલે.
17. એવું શું છે જે ક્યારેય પ્રશ્ન પૂછતું નથી પણ હંમેશા જવાબ મળે છે?
જવાબ: તમારો મોબાઇલ ફોન.
18. એવું શું છે જે પાસે હાથ નથી પરંતુ તમારા દરવાજા પર નકલી શકે છે, અને જો તે નકલી તો તમારે ઉઘાડવું જોઈએ?
જવાબ: તક.
19. ધોમધકતા ઉનાળામાં લાલ ચટ્ટાક ખિલતો જાય જાણે લાલ રંગી ફૂવારો ઉડતો જાય
જવાબ ~ કેસૂડો
20. એવા શું છે જે પાસે વેલ છે પરંતુ અંગૂઠો નથી?
જવાબ: ટેલિફોન.